Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઓજસ્વીનો નવો શો

ટીવી પરદાની અભિનેત્રી ઓજસ્વી અરોરા હાલમાં પોતાની અંગત જિંદગી મસ્ત મજાની રીતે પસાર કરી રહી હતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે હાલમાં કોઇ ડેઇલી શોમાં કામ નહિ કરે. સ્ટાર ભારતના શો 'કયા હાલ મિસ્ટર પાંચાલ'માં પરીનો રોલ ભજવી જાણીતી બનેલી ઓજસ્વીને સબ ટીવી પરના શો 'અપના ન્યુઝ આયેગા'ની સેકન્ડ સિઝન માટે રોલ ઓફર થતાં જ તેણે કામ કરવાની હા કહી દીધી હતી. ઓજસ્વી હમણા કામ કરવા ઇચ્છતી નહોતી. પરંતુ પોતાને ઘર-ઘરમાં જાણીતી બનાવનારા શો કયા હાલ મિસ્ટર પાંચાલના પ્રોડકશન હાઉસ ઓપ્ટિમિસ્ટીકસનો જ આ શો હોઇ ત્યાંથી ફોન આવતાં જ પ્રોજેકટ વિશે કંઇ સાંભળ્યા વગર જ કામ કરવાની હા પાડી દીધી હતી. ઓજસ્વી કહે છે આ પ્રોડકશન હાઉસ સાથે કામ કરવાની મજા જ અલગ છે, વળી આ વખતે સબ ટીવી છે એટલે વિચારવાનું કંઇ હોય જ નહિ. અપના ન્યુઝ આયેગા એ કોમેડી સિરીયલ છે. જેમાં આજના સમયના કટાક્ષ જોવા મળશે.

 

(10:10 am IST)