Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પૂજાના ખતરનાક એકશન દ્રશ્યો

અનેક હિટ ફિલ્મો આપી ચુકેલા રામગોપાલ વર્માના લિસ્ટમાં ફલોપ ફિલ્મોની પણ હારમાળા છે. લાંબા સમય પછી ફરીથી તે એક ફિલ્મ લાવ્યા છે. આ વખતે માર્શલ આર્ટ આધારીત ફિલ્મ બનાવી છે. ભારતની આ પહેલી માર્શલ આર્ટ ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મનું નામ 'એન્ટર ધ ગર્લ ડ્રેગન' એવું છે. આ ફિલ્મમાં પૂજા ભાલેકર મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. પૂજા ફિલ્મમાં જબરદસ્ત એકશન કરતી જોવા મળી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને ખુદ અમિતાભ બચ્ચને ટ્રેલરના વખાણ કરી રામ ગોપાલ વર્માને શુભેચ્છા પાઠવી છે. પૂજા આ ફિલ્મમાં બ્રુસ્લીની ચાહક બની છે. અમિતાભ બચ્ચને ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કરી ટ્વિટ કરીને લખ્યું છે કે રામગોપાલ વર્માની આ ફિલ્મ ભારતની પહેલી માર્શલ આર્ટ ફિલ્મ છે. આ ફિલ્મ ભારત અને ચીનના સહનિર્માણમાં બની છે. રામુને હમેંશાની જેમ શુભકામના. પૂજા સાડીમાં પણ ફલાઇંગ કિક ફટકારતી જોવા મળીછે. એકશન સીન ખુબ પસંદ થઇ રહ્યા છે.

 

(10:09 am IST)