Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અમેરિકન સિંગર નિક જોન્સનાં જોધપુરમાં લગ્ન સંપન્‍ન : લગ્નના ફોટોશૂટ જાહેર થયા

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસે શનિવારે જોધપુરના ઉમેદ ભવનમાં ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. આ લગ્ન પહેલાં કપલે હોટ ફોટોશૂટ પણ કરાવ્યું છે જેમાં તેમની શારીરિક નિકટતાની કેમિસ્ટ્રી ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે.  પરંતુ આ પહેલા કપલે એક હોટ ફોટોશૂટ કરાવ્યું, જેમાં બંનેની નિકટતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

મેગેઝીને પ્રિયંકા અને નિકની આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. શેયર કરેલી આ ચાર અલગ-અલગ તસવીરોમાં પ્રિયંકા અને નિકની નિકટતા સ્પષ્ટ રીતે દેખાય છે. બંનેને નિકટતા જોઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. મેગેઝીને પોતાના જાન્યુઆરી કવર પેજ માટે આ બંનેનું એક ફોટોશૂટ કરાવ્યું છે.

ફોટોશૂટ કરાવવા ઉપરાંત બંનેએ એક મેગેઝીન માટે ખાસ ઈન્ટરવ્યૂ પણ આપ્યો છે જેમાં તેમણે પોતાની લવસ્ટોરી વિશે ખુલીને વાત કરી. બંનેએ પોતાની પહેલી ડેટ અને ફર્સ્ટ કિસ વિશે પણ ફેન્સને જણાવ્યું. આટલું જ નહીં પ્રિયંકાએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે નિકે તેને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું.

અમેરિકન પોપ સિંગર નિક અને પ્રિયંકા છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ વર્ષે પ્રિયંકાના જન્મદિવસ વખતે નિક ભારત આવ્યો હતો અને તેણે પ્રિયંકાને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું હતું. પ્રિયંકા અને નિકની રોકા સેરેમની પ્રિયંકાના મુંબઈ ખાતેના ઘરે યોજવામાં આવી હતી.

પ્રિયંકાના લગ્નમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે હજી સુધી એક પણ વિધિની તસવીરો કે વિડિયો ઓનલાઇન લિક નથી થયા. આ વર્ષે 2018માં અનેક સેલિબ્રિટીઓના લગ્ન થયા છે. સોનમ કપૂર-આનંદ આહુજા તેમજ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ચર્ચાની હેડલાઇનમાં રહ્યા છે.

(10:15 pm IST)