Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

દિપ-વિરનાં રિસેપ્‍શનમાં અમિતાભ નાચ્‍યા :રણવીર- બિગ બીએ કર્યો ચુમ્મા-ચુમ્મા ડાન્સ

મુંબઇ: માયાનગરીની હોટેલ ગ્રાન્ડ હયાતમાં રણવીર અને દીપિકાએ સેલિબ્રિટીઝ માટે ખાસ રિસેપ્શનનું આયોજન કર્યુ હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડની મોટાભાગની હસ્તીઓ હાજર રહી હતી. આ સાથે જ ઘણાં અન્ય સ્ટાર સેલિબ્રિટીઝ પણ આ પાર્ટીમાં હાજર થયા હતાં આ સમયે આખો બચ્ચન પરિવાર રણવીર દીપિકાને આશિર્વાદ આપવા પહોચ્યો હતો.

આ પાર્ટીમાં બિગ બી, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને ઐશ્વર્યા એક સાથે પહોચ્યા હતાં. તમામ આ પાર્ટીમાં ખુબજ એન્જોય કરી રહ્યાં હતાં. તે સમયે રણવીરે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ચુમ્મા- ચુમ્મા પર ડાન્સ પણ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

અન્ય એક ડાન્સ વીડિયોમાં બિગ બી ફિલ્મ 'દેસી બોયઝ'નાં સોન્ગ તેનુ મે લવ કરદા.. પર ડાન્સ કરતાં નજર આવે છે.

(3:32 pm IST)