Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

રોબોટ 2.0એ પહેલા દિવસે જ 100 કરોડની કરી :કમાણી છતા બાહુબલીનો રેકોર્ડ અકબંધ

રોબોટ 2.0 ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. જોકે ક્રિટિકલી ફિલ્મની હાલત ઠગ્સ ઓફ હિન્દોસ્તાન જેવી થઇ છે. ફિલ્મની સ્ટોરી લોકોને એટલી પસંદ નથી આવી રહી. ફિલ્મનો ક્લાઇમેક્સ સીન એટલો લાંબો કરી નાખવામાં આવ્યો કે ફિલ્મ ક્યારે પૂરી થશે તેની જ લોકો રાહ જોવા માંડે છે. સ્પેશિયલ ઇફેક્ટ જબરદસ્ત છે પણ કંઇક વધારે પડતી જ છે.

  ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાંથી 100 કરોડની કમાણી કરી લીધી છે. દેશ વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મ અક્ષય કુમાર માટે ખુશીઓની લાવી છે. કારણ કે જે શાહરૂખ, સલમાન અને આમિર નથી કરી શક્યા તે અક્કી કુમારે કરી બતાવ્યું છે.

 અક્ષય કુમાર આ ફિલ્મથી બોલિવુડનો એક એવો કલાકાર બની ચૂક્યો છે જેની ફિલ્મે ઓવરઓલ બોક્સઓફિસ પર 100 કરોડની કમાણી કરી હોય. આ ફિલ્મને દુનિયાભરમાં 10,000 સ્ક્રિનમાં રિલીઝ કરવામાં આવી છે.

ફિલ્મમાં સાઉથના મેગાસ્ટાર રજનીકાંત હોવાના કારણે દક્ષિણમાં, તો અક્ષય કુમાર હોવાથી બોલિવુડમાં પણ ફિલ્મને ફાયદો મળવો જોઇતો હતો. જેની જગ્યાએ ફિલ્મને કોઇ ખાસ ફાયદો થયો નથી. ફિલ્મે ભારતમાં બે દિવસમાં 38.25 કરોડની કમાણી કરી લીધી છે. જેણે ગુરૂવારે 20.25 કરોડ તો શુક્રવારે 18 કરોડની કમાણી કરી હતી. જેની સામે શનિવારનો આંકડો આવવો હજુ બાકી છે.

(9:25 pm IST)