Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ફરી એકવાર મોહિત સુરીની ફિલ્મમાં જોવા મળશે આશિકી-2ની રોમાન્ટિક જોડી

મુંબઈ: ફિલ્મ આશિકી- બાદ શ્રદ્ધા કપુર અને આદિત્યરોય કપુરની જોડી ત્યારબાદ પણ ફિલ્મમાં સાથે કામ કરી ચુકી છે. પરંતુ આશિકી- બાદ તેમની જોડી બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નથી. જોકે તેમ છતાં અત્યારે બોલીવુડની ટોપ જોડીઓમાં જોડીની ગણના થાય છે, જેથી સ્પષ્ટ છે કે દર્શકો સ્ક્રિન પર હજી પણ જોડીને ફરી એકવાર સાથે જોવા માંગે છે. ડાયરેક્ટર મોહિત સુરીએ આશિકી-૨માં જોડીને લોન્ચ કરી હતી. તેઓ હવે ફરી એકવાર જોડીને સાથે લઈને આવી રહ્યા છે. મોહિત સુરીએ જણાવ્યુ હતું કે હું આદિત્ય સાથે ફરી કામ કરવા માટે આતુર છુ. અત્યારે 
હું ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. ત્યારબાદ હું શ્રદ્ધા અને આદિત્યને સ્ક્રિપ્ટ વંચાવીશ. જો તેઓ ફિલ્મમાં કામ કરવા તૈયાર થશે તો તેમને લઈને ફિલ્મ બનાવીશ. શ્રદ્ધા અને આદિત્યની જોડીની કેમેસ્ટ્રી ખૂબ વખણાય છે, પરંતુ પણ ભૂલવુ જોઈએ કે તેમની અંતિમ ફિલ્મ ઓકે જાનુ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પટકાઈ હતી. જેથી મોટાભાગના ડાયરેક્ટર તેમના પર ફરી દાવ રમવાનું ટાળી રહ્યા છે. જોકે જોડી સાથે હિટ ફિલ્મ બનાવી ચુકેલ મોહિત સુરી ફરી એકવાર જોડીને લઈ ફિલ્મ બનાવવાનું સાહસ ખેડવા જઈ રહ્યા છે. જોકે તેમનું સાહસ કેટલુ સફળ થશે તે તો સમય કહેશે 

 

(5:46 pm IST)