Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

હોરર ફિલ્મ મૂકીને બધી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા : આલિયા ભટ્ટ

મુંબઈ: બોલીવૂડ સુંદરી આલિયા ભટ્ટે તાજેતરમાં કહ્યું કે હોરર ફિલ્મ છોડીને દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરવાની તેની ઈચ્છા છે. વરુણ ધવન અને એના પિતા ડેવિડ ધવનની 'જુડવા થ્રી'ફિલ્મ માટે આલિયા ભટ્ટે પોતાને લેવા વિનંતી કરી હતી. વિષે આલિયાએ કહ્યું કે કોમેડી ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. દર્શકોને હસાવવાનું કામ પણ સરળ નથી. હોરર ફિલ્મ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે જે ફિલ્મો એને જોવાનું પસંદ નથી. એવી ફિલ્મોમાં કામ કેવી રીતે કરી શકાય? આલિયાને હોરર ફિલ્મોથી ખુબ ડર લાગે છેએનું માનવું છે કે ડરાવીને દર્શકોનું મનોરંજન કરવાની શું જરૃર છે? જ્યારે અન્ય મુદ્દાને લઈને મનોરંજન થતુ હોય તો. હાલ આલિયા ભટ્ટ મેઘના ગુલઝારની 'રાઝી' ફિલ્મનું શુટિંગ કરી રહી છે. ઉપરાંત તે રણવીર સિંહ સાથેની ફિલ્મ 'ગલ્લી બોય'ને લઈને પણ ઉત્સાહિત છે.

 

(5:45 pm IST)