Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

TRP રેટીંગઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ કર્યો કમાલઃ ટોપ ફાઇવમાં

ટોપ-૫માં સીરિયલ્સ ઝી ટીવીની

નવી દિલ્હી તા. ૨ : ટીવી પર આવવાવાળી સીરિયલ અને રિયાલિટી શોના TRP રીઝલ્ટ આવી ગયા છે. જેમાં ઘણા જાણીતા અને પોપ્યુલર શો ટોપ-૫માં જગ્યા નથી બનાવી શકયા ત્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ સીધી જ ત્રીજા નંબરે ધમાકેદાર એન્ટ્રી મારી છે.

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા(BARC) દ્વારા ૧૮ નવેમ્બરથી ૨૪ નવેમ્બર એટલે કે વર્ષના ૪૭ સપ્તાહાનું રેટિંગ જાહેર કર્યું છે. જોકે આ વખતે રીઝલ્ટમાં જબરજસ્ત એન્ટ્રી કોમેડિ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની છે. આ સીરિયલે સીધા જ ત્રીજા નંબરે જમ્પ માર્યો છે. જયારે ટોપ-૫માં ઝી ટીવીએ ત્રણ સીરિયલ સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

આ લિસ્ટ મુજબ ટોપ-૫માં પહેલા નંબરે ઝી ટીવીની 'કુંડલી ભાગ્ય', બીજા નંબરે ઝી ટીવીની 'કુમકુમ ભાગ્ય' બંને સીરિયલ ટોપ-૨ નંબર પર ચાલી રહી છે. જયારે ચોથા નંબરે સ્ટાર ભારતની 'કયા હાલ મિસ્ટર પાંચાલ' છે. તો પાંચમાં નંબરે ઝી ટીવીની જ અન્ય એક સીરિયલ 'પિયા અલબેલા' છે.

જોકે કલર્સના પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ ૧૧'ને ટોપ-૫ તો ઠીક પરંતુ ટોપ-૧૦માં પણ સ્થાન નથી પામ્યો. જે જોઈને કહી શકાય કે દેશમાં દર્શકોની ચોઇસમાં ખાસ ફરક પડ્યો નથી. સીરિયલ્સને લઈને તેમનો ટેસ્ટ હજુ તેવો જ છે.(૨૧.૧૧)

 

(11:34 am IST)