Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સોનાક્ષી સિંહાએ હુમા કુરેશીને લીગલ નોટિસની આપી ધમકી : જાણો શું મામલો

મુંબઈ: સોનાક્ષી સિન્હાએ અભિનેત્રી હુમા કુરેશીને લીગલ નોટિસ મોકલવાની ધમકી આપી છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો પોસ્ટ કરીને લખ્યું કે હુમાએ પોતાનો ફોટો પોસ્ટ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આટલું જ નહીં, હુમાએ આ તસવીર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે ત્યારે સોનાક્ષીએ ત્યાં કોમેન્ટ પણ કરી છે. તેણે સવાલ કર્યો છે કે હુમાએ પરવાનગી વગર તેની તસવીરો કેમ પોસ્ટ કરી છે. જોકે સોનાક્ષીએ આ બધું મજાકમાં કહ્યું છે પરંતુ ફોટો જોઈને તમે પણ કન્ફ્યુઝ થઈ જશો.

(4:46 pm IST)