Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ટીવી અભિનેતા શાહિર શેખનું ડેટીંગ?

ટીવીનો જાણીતો અભિનેતા શાહિર શેખ સામાન્ય રીતે પોતાના ટીવી શો અને પ્રોફેશનલ કામને કારણે જ ચર્ચામાં હોય છે. પરંતુ આ વખતે કંઇક જુદા જ કારણે તે ચર્ચામાં આવ્યો છે. શાહિરે તાજેતરમાં પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર પોતાની અને બાલાજી મોશન પિકચર્સના વાઇસ પ્રેસિડેન્ટ રૂચિકા કપૂરની તસ્વીરો પોસ્ટ કરી છે. તેમાં કેપ્શનમાં રૂચીકાને માય ગર્લ એવું નામ તેણે આપ્યું છે. પહેલી તસ્વીરમાં રૂચિકાનો ચહેરો વાળથી છુપાયેલો છે. બીજી તસ્વીરમાં તે ગોગલ્સ સાથે દેખાઇ રહી છે. શાહિરે તસ્વીરો સાથે લખ્યું છે કે-મમ્મીએ કહ્યું ત્યાં બેકયાર્ડમાં કંઇક છે, તો મેં કહ્યું કે એ મારી ગર્લ છે. આ જોતાં એવી ચર્ચા વહેતી થઇ છે કે શાહિર અને રૂચિકા ડેટ કરી રહ્યા છે. પર્લ વી. પુરી, મુસ્તાક શેખ, એકતા કપૂર, પૂજા બેનર્જી, અલી ગોની અને સુપ્રિયા પિલગાંવકર સહિતે આ પોસ્ટ પર હાર્ટની ઇમોજી આપી પ્રેમાળ કોમેન્ટ લખ્યા છે તેમજ બંનેની જોડીના વખાણ કર્યા છે.

(10:22 am IST)