Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

એલનાઝ નોૈરોઝીને મળ્યો મુખ્ય રોલઃ આવતા વર્ષે રિલીઝ થશે ફિલ્મ

મુળ ઇરાનની પણ હવેમુંબઇમાં રહી અભિનય કરતી એલનાઝ નોૈરોઝીને સોૈ નેટફિલકસની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સને કારણે ઓળખે છે. આ સિરીઝમાં તેણે ઝોયા મિરઝા ઉર્ફ જમીલાનું પાત્ર ભજવ્યું હતું. ૧૯૯૨માં ઇરાનના તેહરાનમાં જન્મેલી એલનાઝ આઠ વર્ષની થઇ એ પછી પરિવાર જર્મનીમાં સ્થાયી થયો હતો. એલનાઝે પ્રારંભે અનેક બ્રાન્ડની એડમાં કામ કર્યુ હતું. તેણે ૨૦૧૮માં પાકિસ્તાની ફિલ્મ માન જાઓ ના થકી અભિનયની શરૂઆત કરી હતી. એ પછી પંજાબી ફિલ્મ ખિદો ખુન્દીમાં રોલ ભજવ્યો હતો. સેક્રેડ ગેમ્સ પછી ઝીફાઇવની વેબ સિરીઝ અભયમાં પણ તે જોવા મળી છે. હવે તે વધુ એક વખત નવાજુદ્દિન સિદ્દીકી સાથે કામ કરી રહી છે. સંગીન નામની ફિલ્મમાં આ બંને સાથે જોવા મળશે. નિર્દેશક લેખક જયદિપ ચોપડાની આ ફિલ્મ છે, જેને આવતા વર્ષે થિએટરમાં રિલીઝ કરવામાં આવશે. નવાજુદ્દિને કહ્યું હતું કે સેક્રેડ ગેમ્સ પછી ફરી એકવાર મારી સાથી કલાકાર એલનાઝ સાથે કામ કરવા હું આતુર છું. અમે જયદિપ સાથે મળી ચોક્કસ કંઇક અદ્દભુત લઇને આવશું. એલનાઝ કહે છે એક અભિનેત્રી તરીકે હું જે રોલ ભજવવા માંગતી હતી તે સંગીનમાં મને મળ્યો છે.

(6:06 pm IST)