Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ભારે વરસાદ વચ્ચે શાહરૂખ ખાનના જન્મદિને મોટી સંખ્યામાં મન્નત બંગલા બહાર ફેન્સ ઉમટ્યા

નવી દિલ્હી :બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો 54મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. ટીવીથી બોલિવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર શાહરૂખ ખાનને તેના ચાહકો અનેક નામથી ઓળખે છે. દર વર્ષે શાહરૂખ ખાન પોતાના બર્થડે પર ફેન્સને મળે છે. ત્યારે મુંબઈમાં તેમના બંગલાના બહાર મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા હતા. મોડી રાત્રે મુંબઈમાં આવેલ શાહરૂખ ખાનનું ઘર ‘મન્નત’ની બહાર બર્થડે પર ફેન્સની મોટી ભીડ જોવા મળી હતી.

શાહરૂખ ખાન ભારે વરસાદની વચ્ચે પણ પોતાના ઘરની ટેરેસ પર આવ્યા હતા અને પ્રશંસકોનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કરોડો ફેન્સ શાહરૂખ ખાનને બાદશાહ, કિંગ ખાન, રોમાન્સ કિંગ, કિંગ ઓફ બોલિવુડ કહીને બોલાવે છે.  શાહરૂખ ખાને બોલિવુડમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

‘દિલવાલે દુલ્હનીય લે જાયેંગ’ જેવી રોમેન્ટિક ફિલ્મ અને ‘ડર’ જેવી ખતરનાક ફિલ્મોથી કિંગ ખાને દર્શકોના દિલ જીતી લીધા. શાહરૂખ ખાનને પોતાની કરિયરમાં અનેક ખિતાબ પણ મળ્યા છે.

(4:58 pm IST)