Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પ્રિન્સેસ ઐશ્વર્યાનો બર્થ-ડે ઇટલીમાં મનાવ્યો અભિષેક બચ્ચને

 ઐશ્વર્યા રાય બચ્ચનનો બર્થ-ડે મનાવવા માટે અભિષેક બચ્ચન અને આરાધ્યા ઇટલીમાં છે. ઐશ્વર્યા માટે તો આ બિઝનેસ ટ્રિપ પણ છે. તે સ્વિસ વોચની બ્રેન્ડ સાથે વીસ વર્ષથી સંકળાયેલી છે. એથી એ કંપનીએ ઐશ્વર્યા માટે ખાસ સેલિબ્રેશનનું પણ આયોજન કર્યુ હતું. ઐશ્વર્યાને તેના ફેન્સ બર્થ-ડે ની શુભકામનાઓ આપી રહ્યા છે. એવામાં અભિષેક પ્રિન્સીપેસા કહીને ઐશ્વર્યાને વિશ કર્યુ હતું. પ્રિન્સિપેસા એક ઇટાલિયન શબ્દ છે. એનો અર્થ પ્રિન્સેસ થાય છે. ઐશ્વર્યાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અભિષેકે કેપ્શન આપી હતી કે હેપી બર્થ-ડે પ્રિન્સિપેસા.

(12:06 pm IST)