Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સલમાન ખાને શરૃ કર્યુ રાધેનું શૂટિંગ

સલમાન ખાને 'રાધે'નું શૂટિંગ શરૃ કરી દીધું છે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેકટ કરશે. આ ફિલ્મમાં સલમાન ફરી એક વાર પોલીસના રોલમાં જોવા મળશે. જો કે તેનું કહેવું છે કે આ ફિલ્મમાં તેનું પાત્ર થોડું અલગ રહેશે. પોલીસ ઓફીસર પર આધારિત આ ફિલ્મ ર૦ર૦ ની ઇદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. ર૦૧૭ માં આવેલી કોરિયાની 'ધ આઉટલોઝ' પરથી આ ફિલ્મ પ્રેરિત છે. ફિલ્મનું શૂટીંગ શરૃ થતાં એનો ફોટો સલમાને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટોમાં સલમાનની સાથે અતુલ કુલકર્ણી, સોહેલ ખાન, દિશા પટણી, પ્રભુ દેવા અને રણદીપ હૂડા જોવા મળી રહ્યા છે. સાથે જ જેકી શ્રોફના હાથમાં કલેપ બોર્ડ દેખાઇ રહ્યું છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સલમાને કેપ્શન આપી હતી કે આ ફિલ્મની જર્ની હવે શરૃ થઇ ગઇ છે.

(11:28 am IST)