Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કિંગખાને ઉજવ્યો પ૪મો જન્મદિનઃ મોડી રાત્રે ચાહકોને સરપ્રાઇઝ આપી

'મન્નત' બહાર ચાહકોની લાઇનઃ બાલ્કનીમાં આવી ઝલક દેખાડી

મુંબઇ, તા.૨: બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે. આ ખાસ દિવસને લઈને તેના ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શનિવારે રાત્રે શાહરૂખના દ્યણા ચાહકો મુંબઇમાં તેના બંગલા મન્નત બહાર એકઠા થયા હતા. આ પ્રસંગે તે તેના પ્રિય અભિનેતાની ઝલક મેળવવા માંગતા હતા. શાહરૂખે પણ તેના ચાહકોને નિરાશ કર્યા નહોતા.તેમના ૫૪ માં જન્મદિવસ પર ચાહકોને સરપ્રાઇઝ આપવા માટે મોડી રાત્રે તેના દ્યરની બાલ્કનીમાં આવ્યા હતા. તેમણે હાથ મિલાવીને અને હાથ જોડીને અભિનંદન આપ્યા. આંખોની સામે શાહરુખને જોઇને ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.બેનરો, પોસ્ટરો લઈને ચાહકો આવવાની રાહ જોઈ રહ્યા હતા. અચાનક શાહરૂખ આવ્યો અને તમામ ચાહકો ખુશીથી બૂમ પાડી. ઘણા લોકોએ આ વિશિષ્ટ નજારાને તેમના કેમેરામાં કેદ કર્યો. શાહરૂખ ખાનની સિનેમાની કારકિર્દીની શરૂઆત ૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'દીવાના' થી થઈ હતી. આ ફિલ્મ પછી શાહરૂખે ધીમે ધીમે સિનેમામાં પગ મુકયો. તેઓ ૨૭ વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં રહ્યા છે અને તેમની બાદશાહત અત્યારે પણ યથાવત છે.ખાસ વાત એ છે કે ફિલ્મોમાં આવતાં પહેલાં શાહરૂખે એક ટીવી સિરીયલમાં કામ કર્યું છે. તેમના અભિનયથી તેમને ૧૦ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.

(10:39 am IST)