Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

હોલીવુડ એક્ટર ક્રિશ હેમ્સવર્થ અમદાવાદમાં :દરિયાપુરની સાલપરી પોળમાં કર્યું શુટિંગ

રાણીપ અને ચાંગોદરમાં અને હઠીના પોળમાં યુનિટના ધામા :પોળના રહીશો માટે ખીચડી કઢીનું જમણ

અમદાવાદમાં હોલિવૂડનો જાણીતો અભિનેતા અને માર્વેલ્સ ફિલ્મનો એક્શન હીરો ક્રિસ હેમ્સવર્થ નેટફ્લિક્સની ઢાકા ફિલ્મના શૂટિંગ  માટે આવ્યો છે. તેણે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી સાલપરીની પોળમાં ફિલ્મનું શુટિંગ કર્યુ છે.

 

 આ ઉપરાંત તેણે અમદાવાદના રાણીપ અને ચાંગોદરમાં પણ ફિલ્મનું શુટિંગ કર્યુ છે. હાલમાં ઢાકા ફિલ્મનું શુટિંગ દરિયાપુરના હઠીના ચોરા નજીક ચાલી રહ્યું છે. ફિલ્મની શૂટિંગના કારણે પોળમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. 

 આ ફિલ્મમાં તેની સાથે ફિલ્મના શૂટિંગ બાદ પોળના રહીશો માટે ખીચડી-કઢીનું જમણવાર પણ રાખવામાં આવ્યુ હતું. ફિલ્મના શૂટિંગ માટે પોળની દિવાલોનો રંગ લીલો કરી દેવામાં આવ્યો હતો અને ઢાકા જેવો માહોલ ઉભો કરવા માટે બંગાળી ભાષાના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા.

(10:19 pm IST)