Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સારા અલી ખાનને મળી ઈમ્તિયાઝ અલીની ફિલ્મ

મુંબઈ: વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી અમૃતા સિંઘ અને છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનને મોખરાના ફિલ્મ સર્જક  ઇમ્તિયાઝ અલી સાઇન કરશે એવી માહિતી મળી હતી.છેલ્લે ઇમ્તિયાઝે બનાવેલી શાહરુખ ખાન અને અનુષ્કા શર્માને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ જબ હેરી મેટ સેજલ જો કે બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી. પહેલાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી તમાશા પણ ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી એટલે વખતે ઇમ્તિયાઝ અલી બહુ મોટા સ્ટાર્સને લઇને ફિલ્મ બનાવવાના મૂડમાં નથી એવું એમની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.ઇમ્તિયાઝ અલી પાસે એક સરસ સ્ક્રીપ્ટ તૈયાર છે અને સારા અલી ખાન અને કાર્તિક આર્યનને લઇને ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. બંને કલાકારોની સળંગ તારીખો કેવી રીતે મળી શકે છે એની તપાસ ઇમ્તિયાઝ કરી રહ્યા છે. માહિતી આપનારા સૂત્રે કહ્યું કે સારા અલી ખાન હાલ જે  બે ફિલ્મો કરી રહી છે અભિષેક કપૂરની કેદારનાથ અને કરણ જોહરની રોહિત શેટ્ટી નિર્દેશિત સિમ્બા બંને ફિલ્મો ડિસેંબરમાં રજૂ થઇ જવાની છે એટલે ત્યારબાદ સારા ફ્રી હશે. એટલે એની તારીખો સહેલાઇથી મળી શકશે પરંતુ કાર્તિક આર્યનની તારીખો પણ સમયે મળવી જોઇએ. ઇમ્તિયાઝ પોતાની રીતે તપાસ કરી રહ્યા છે કે બંનેની સળંગ તારીખો સાથે મળી જાય તો ઓછા સમયમાં પોતાની ફિલ્મ પૂરી કરી શકાય. નવોદિત કલાકોરને લેવાથી બજેટમાં પણ સારી એવી રાહત રહેશે.

(4:07 pm IST)