Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

આજથી 'દો પલ પ્યાર કે', 'લુપ્ત' અને 'જેક એન્ડ દિલ' રિલીઝ

આજથી 'મોૈસમ ઇકરાર કે-દો પલ પ્યાર કે', 'લુપ્ત' અને 'જેક એન્ડ દિલ' નામની ત્રણ ફિલ્મો રિલીઝ થઇ છે.

નિર્માતા મંજુ ભારતી અને નિર્દેશક પાર્થો ઘોષની ફિલ્મ મોૈસમ ઇકરાર કે દો પલ પ્યાર કેમાં સંગીત બપ્પી લહેરીનું છે. ફિલ્મમાં મુકેશ જે ભારતી, નીલુ કોહલી, અવિનાશ વાધવાન, ઉષા બચાની, એહસાન ખાન, હેમંત પાંડે, એન્ડી કુમાર, દિપૂ શ્રીવાસ્તવ અને મદાલશા શર્મા, મંજુ ભારતી સહિતના કલાકારો છે. રોમાન્ટીક જોનરની આ ફિલ્મનું શુટીંગ નૈનિતાલ, ઉત્તરાખંડમાં થયું છે.

બીજી  ફિલ્મ 'લુપ્ત'ના નિર્માતા હનવંત ખત્રી અને નિર્દેશક પ્રભુરાજ છે. ફિલ્મમાં જાવેદ જાફરી, વિજય રાજ, કરણ આનંદ, નિક્કી અનેજા વાલીયા, મિનાક્ષી દિક્ષીત, કસ્તુરી બેનરજી, રાજીવ ભારદ્વાજ, રઇશ મોહીયુદ્દીન, કિયારા સોનીએ અભિનય આપ્યો છે. હોરર-થ્રિલરના શોખીનો માટેની આ ફિલ્મ છે. જાવેદ જાફરી અત્યાર સુધીમાં નિભાવ્યા તેના કરતાં તદ્દન અલગ રોલમાં જોવા મળશે.

ત્રીજી ફિલ્મ 'જૈક એન્ડ દિલ'ના નિર્માતા સાગર સિન્ગારે, વિશાલ સિંઘ, યોગેશ સિંઘ અને નિર્દેશક સચિન પી. કરાન્ડે છે. ફિલ્મમાં અમિત સાધ, અરબાઝ ખાન, સોનલ ચોૈહાણ, એવલીન શર્મા, રાજદિપ ચોૈધરી, સુદિપ સારંગી, સચીન પરીખની મુખ્ય ભૂમિકા છે. કોમેડી પ્રકારની આ ફિલ્મ છે.

(10:05 am IST)