Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અનુરાગ કશ્‍યપની પૂર્વ પત્‍ની કલ્‍કી કોચલીન બાળકને જન્‍મ આપશેઃ સોશ્‍યલ મીડિયા ઉપર ખુશખબરી આપી

નવી દિલ્હી :બે દિવસ પહેલા એક્ટ્રેસ કલ્કી કોચલીન મોટો ધડાકો કર્યો છે કે, તે 6 મહિનાથી પ્રેગનેન્ટ છે અને તે જલ્દી જ પોતાના બોયફ્રેન્ડના બાળકને જન્મ આપનારી છે. હવે અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કીએ પોતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જુઓ આ ફોટોમાં કલ્કી સ્માઈલ કરતી બેબી બમ્પને બતાવતી નજર આવી રહી છે. કલ્કીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં કલ્કી એક સુંદર સફેદ રંગના કોટન ડ્રેસમાં સોફા પર બેસેલી નજર આવી રહી છે.

આ તસવીરને કલ્કીએ કેપ્શન આપી છે કે, જુલાઈમાં શૂટ કરવું શરૂઆતના મહિનામાં બહુ જ સરળ રહ્યું. તેથી હું જુલાઈમા શૂટ શિડ્યુલની શરૂઆતમાં ફીટ થઈ ગઈ. પરંતુ સપ્ટેમ્બરની વચ્ચે કામ કરવું બહુ સરળ ન હતું. એન્ડ કુદોસ ટુ માય સ્ટાઈલ સર્વિસ @ who_wore_what_when તેને કવર કરવા માટે અભિનવ રીતથી સાથે આવવા માટે....

સપ્ટેમ્બરમાં 35 વર્ષીય કલ્કીએ સોશિયલ મીડિયા પર ઈઝરાયેલી પિયાનો પ્લેયર બોય ગાઈ હર્શબર્ગની સાથે પોતાના રિલેશનશિપ વિશે વાત કરી હતી. તેના બાદ સપ્ટેમ્બરમાં કલ્કીએ જાહેરાત કરી હતી કે, પોતાના બાળકને જન્મ આપવાની છે. તે પોતાના બાળકને ગોવામાં વોટ બર્થિંગના માધ્યમથી જન્મ આપવાનું પ્લાન કરી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કલ્કી ZEE5 ઓરિજિનલ સીરીઝ ભ્રમમાં નજર આવી રહી છે. હાલમાં જ તેણે પોતાની તમિલ ફિલ્મ નિકરોંડા પરવાઈથી શરૂઆત કરી હતી. હાલ તે એક વેબ સીરીઝ માટે કામ કરી રહી છે.

(5:21 pm IST)