Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સાઉથની સુપરહિટ ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના રાઇટ્સ ખરીદ્યા રોહિત શેટ્ટીએ

મુંબઈ: દિગ્દર્શક રોહિત શેટ્ટી પોતાનો એક પ્રોજેક્ટ પૂરો કરે પહેલા બીજી ફિલ્મની પ્લાનિંગ શરૂ કરી દે છે. તેણે રણવીર સિંહની 'સિમ્બા' પુરી કર્યા બાદ તરત જઅક્ષયકુમાર સાથેની 'સૂર્યવંશી' શરૂ કરી દીધી હતી અને હજી ફિલ્મનું શૂટિંગ પુરું થાય પહેલાં આગામી ફિલ્મની ઘોષણાની વાત આવી છે. તાજા રિપોર્ટની વાતમાનીએ તો, રોહિતે હાલમાં સાઉથની સુપરહિટ ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના હક્ક ખરીદ્યા છે. રોહિત ફિલ્મનું નિર્માણ કરવાનું વિચારી રહ્યો છે. ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી તે અન્ય દિગ્દર્શકને આપવા માંગે છે. જોકે જરૂર પડશે તો ફિલ્મને તે ડિરેકટ પણ કરશે.સાઉથની ફિલ્મને ફક્ત રૂપિયા પાંચ કરોડના બજેટમાં બનાવામાં આવી હતી. જ્યારે બોક્સ ઓફિસ પર ફિલ્મે રૂપિયા ૧૩૨ કરોડની કમાણી કરી હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટ પર હજી કોઇ વિચાર કરવામાં આવ્યો નથી. જોકે એમ મનાઇ રહ્યું છે કે,રોહિત વખતે કોઇ નવા અભિનેતા સાથે ફિલ્મ બનાવશે.

(5:13 pm IST)