Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ 'મણિકર્ણિકા'નું ટીઝર લોન્ચ

મુંબઈ:બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ સતત કોઇને કોઇ કારણોથી ચર્ચામાં છે. મંગળવારે આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ‘મણિકર્ણિકા’નું ટીઝર રીલીઝ થતા જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. 2 મિનિટનાં આ ટીઝરમાં કંગનાનો જોરદાર લૂક અને અંદાજ જોવા મળી રહ્યો છે. આ પહેલા કંગના આવા અવતારમાં જોવા મળી નથી. ફિલ્મ નિર્માતાઓ અનુસાર આ ફિલ્મનાં ટીઝરને રીલીઝ કરવા માટે ગાંધી જયંતીથી વધારે સારો દિવસ બીજો કોઇ નહતો. દેશની આઝાદી માટે લડી રહેલા યોદ્ધાઓને ટ્રીબ્યૂટ આપવાનો દિવસ આનાથી વધારે સારો બીજો ના હોઇ શકે અને આ કારણે ફિલ્મનું ટીઝર 2 ઑક્ટોબરનાં રોજ રીલીઝ કરવામાં આવ્યું છે.

(12:21 am IST)