Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બીગ બોસમાં લૂકને કારણે ખુબ ચર્ચા જગાવી રહી છે સૃષ્ટિ

ટીવી શો બીગ બોસ-૧૧માં જે રીતે હીના ખાને તેના લૂકને કારણે ખુબ ચર્ચા જગાવી હતી તે હવે બીગ બોસ-૧૨માં અભિનેત્રી સૃષ્ટિ રોડે પણ પોતાના લૂકને કારણે ખુબ ચર્ચામાં છે. સૃષ્ટિને હમેંશા ટ્રેડી અને અલગ-અલગ નાઇટ સૂટમાં જોવામાં આવે છે. બીગ બોસના ઘરમાં તે રફ એન્ડ ટફ લૂકમાં જોવા મળી રહી છે. તેના મંગેતર મનિષ નાગદેવે કહ્યું હતું કે સૃષ્ટિ ઘરમાં ૪૦ થી ૪૫ નાઇટ સૂટ લઇને ઘરમાં ગઇ છે. આ ઉપરાંત નાઇટ સૂટ સાથે મેચ થાય તેવા પગરખા પણ લઇ ગઇ છે. સૃષ્ટિ ફેશનિષ્ટા છે. સૃષ્ટિને ટ્રેન્ડી કપડા ખુબ જ પસંદ છે. શોમાં તે હીના ખાનની કોપી કરશે તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ આ સત્ય નથી. હીના અને સૃષ્ટિ પોત પોતાની અલગ સ્ટાઇલ ધરાવે છે.

 

(9:36 am IST)