Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ગુજરાતી અભિનેતાની પુત્રી શિખા તલસાણિયાની 'કુલી નંબર 1' માં એન્ટ્રી:વરુણ ધવને કર્યું સ્વાગત

મુંબઈ : બોલીવુડના એક્ટર વરુણ ધવન હાલ કુલી નંબર 1ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. હવે ફિલ્મની કાસ્ટમાં વધુ એક કલાકારની એન્ટ્રી થઈ છે. વીરે દી વેડિંગમાં દેખાઈ ચૂકેલી એક્ટ્રેસ શિખા તલસાણિયા પણ હવે કુલી નંબર 1નો ભાગ બની ગઈ છે.

શિખા તલસાણિયાએ પોતે આ ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. તો વરુણ ધવને ખાસ અંદાજમાં શિખાનું સ્વાગત કર્યું છે. શિખાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્લિપ શૅર કરતા એ જાહેરાત કરી છે તે હવે કુલી નંબર 1 ફેમિલીનો ભાગ બની ગઈ છે. શિખાએ લખ્યું છે,'આગામી રજૂઆત, કુલી નંબર 1 પરિવારનો ભાગ બનીને ઉત્સાહિત લાગી રહ્યું છે. ફિલ્મ પહેલી મે 2020ના રોજ રિલીઝ થશે

ફિલ્મના લીડ એક્ટર વરુણ ધવને શિખા તલસાણિયાનું સ્વાગત કર્યું છે. વરુણે ટ્વિટર પર લખ્યું,'શિખા તલસાણિયા તમારી સાથે કામ કરવું એ મારા માટે ખુશીની વાત છે. મને ખુશી છે કે તમે કુલી નંબર 1 પરિવારનો ભાગ બન્યા છો

(9:33 pm IST)