Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

હવે ડિસેમ્બરમાં રિલીઝ થશે ફિલ્મ ગુડ ન્યૂઝ

મુંબઈ: અક્ષયકુમાર અને કરીના કપૂર ખાન અભિનીત અપકમિંગ ફિલ્મ ગુડ ન્યૂઝની રિલીઝ ડેટ પાછળ ઠેલાઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ ડેટ્સમાં સતત ફેરફાર કરી પોસ્ટપોન કરવામાં આવી રહી છે. જુલાઈમાં આ ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારબાદ તેને સપ્ટેમ્બરની ડેટ આપવામાં આવી હતી અને હવે ૨૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષય- કરીના ઉપરાંત દિલજિત દોસાંજ અને કિયારા અડવાણી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ડિસેમ્બરના અંતમાં આ વર્ષે કોઈપણ ફિલ્મ રિલીઝ ન થતી હોવાથી તેનો લાભ અમારી ફિલ્મને મળશે તેથી મેકરોએ ફિલ્મને ડિસે.માં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હોવાનું અક્ષયે જણાવ્યું હતું.

(5:19 pm IST)