Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ફિલ્મ ‘83’માં ઇંગ્લેન્ડનું શુટિંગ શિડ્યુલ પૂર્ણઃ રણવીરસિંહ કપિલ દેવની ભૂમિકામાંઃ દીપિકા પાદુકોણ પત્ની રોમી દેવની ભૂમિકા ભજવશે

નવી દિલ્હી :બોલિવુડમાં પોતાના જોશીલા અંદાજ માટે ચર્ચિત એક્ટર રણવીર સિંહ હાલ પોતાની આગામી ફિલ્મ 83ને લઈને બહુ વ્યસ્ત છે. રણવીર સિંહો પોતાની ફિલ્મ 83નું ઈંગ્લેન્ડનું શુટિંગ શિડ્યુલ પૂરુ કર્યું છે. રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે પોતાના ફેન્સને ચિયર અપ કરતો નજરે આવી રહ્યો છે. કેપ્શનમાં રણવીરે લખ્યું કે, અહીંનુ શિડ્યુલ પૂરુ થયું. ચિયર્સ ફ્રેન્ડસ, ફિલ્મ 83. રણવીરે મે મહિનામાં ફિલ્મના બાકી સદસ્યો સાથે ઈંગ્લેન્ડ ગયા હતા. ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.

ફિલ્મ 83ની સ્ટોરી 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભરતની ઐતિહાસિક જીત પર આધારિત છે.

રણવીર ફિલ્મમાં પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં છે.

ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની વાઈફ રોમી દેવની ભૂમિકા ભજવશે.

ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન છે. તેઓ ફિલ્મ માટે બહુ એક્સાઈટેડ છે. તેથી હાલ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટર્સ સાથે પોતાની તસવીરો શેર કરતા નજરે આવે છે.ફિલ્મના અન્ય સ્ટાર્સ સાકિબ સલીમ, આદિનાથ કોઠારે, ચિરાગ પાટીલ, હાર્ડી સિઁધુ, એમી વિર્ક, જતીન સરના, પંકજ ત્રિપાઠી, તાહિર રાજ ભસીન, દિનકર શર્મા, જીવા, સાહિલ ખટ્ટર, ધૈર્ય કરવા, નિશાંત દહિયા અને આર.બદ્રી સામેલ છે. (ફોટો સાભાર - તમામ તસવીરો રણવીર સિંહના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાયેલી છે)

(4:48 pm IST)