Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

સખીઓ સાથે રજાની મજા માણી ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચન્ટે

ટીવી અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક રહી ચુકેલી અભિનેત્રી કિશ્વર મર્ચન્ટ તાજેતરમાં પોતાની ફ્રેન્ડસ સાથે વેકેશન માણવા જયપુર ગઇ હતી. ત્યાંથી તેણે કેટલીક બોલ્ડ અને અલગ જ અંદાજની તસ્વીરો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. કિશ્વરની આવી તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. એક તસ્વીરમાં કિશ્વર તેની સહેલી સાથે બિકીનમાં દરિયા કિનારે રેતી પર સુતેલી દેખાઇ હતી. તેનો આ અંદાજ ખુબ જ અનેરો હતો. અન્ય એક તસ્વીરમાં બ્લુ ડેનિમ શોટ્ર્સ અને વ્હાઇટ નેટ ટોપ સાથે તે ખુબ જ આકર્ષક તેમજ સ્ટાઇલીશ લાગી રહી છે. ઓફ શોલ્ડર ટોપ સાથે બ્લુ સાડીમાં તે ખુબ જ ગ્લેમરસ દેખાઇ રહી હતી. સ્વીમિંગ પૂલની તેની તસ્વીર પણ વાયરલ થઇ છે. કિશ્વર પોતાના હોટ અંદાજ અને જબરદસ્ત અભિનયને કારણે જાણીતી છે. તેણે બોલીવૂડમાં પણ કામ કર્યુ છે. હાલમાં લાંબા સમયથી તે ટીવી પરદેથી દૂર છે. ૨૦૦૭માં તેણે બોયફ્રેન્ડ સુયશ રાય સાથે લગ્ન કર્યા છે. કિશ્વર ૧૯૯૭થી ટીવી પરદે કાર્યરત છે. તેની પહેલી સિરીયલ શકિતમાન હતી. તેણે હિપ હિપ હુરરે, દેશ મેં નિકલા હોગા, ચાંદ, કુટુંબ, કસોૈટી જિંદગી કી, કયામત, હાતિમ, ખિચડી, કાવ્યાંજલિ, કસમ સે, છોટી બહુ, અમૃત મંથન, મધુબાલા, લાલ ઇશ્ક સહિતના શો કર્યા છે.

(10:06 am IST)