Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ક્રિકેટરના રોલ માટે બોમન ઇરાનીએ કરી ખાસ તૈયારી

રણવીરસિંહ અને દિપીકા પાદુકોણ અભિનીત ફિલ્મ '૮૩'નું લંડનમાં ધમધોકાર શુટીંગ ચાલી રહ્યું છે. નિર્દેશક કબિર સિંહની આ ફિલ્મ સાથે અનેક કલાકારો જોડાઇ ચુકયા છે. હવે તેમાં બોલીવૂડના ખુબ જાણીતા અભિનેતા બોમન ઇરાનીનો પણ સમાવેશ થયો છે. બોમન, કબીરસિંહ અને રણવીરસિંહની એક તસ્વીર સોશિયલ મિડીયા પર વાયરલ થઇ હતી. આ ત્રણેય લોર્ડસના મેદાન પર ઉભેલા દેખાય છે. રણવીરસિંહે તસ્વીર પોસ્ટ કરી લખ્યું હતું કે સોૈથી ઉત્સકૃષ્ટ વ્યકિત, લાખોમાં એક, ખુબ જ ખાસ વ્યકિતત્વ ધરાવતાં માણસ...જેને સોૈ કોઇ ચાહે છે અને જે જબદરસ્ત ટેલેન્ટ ધરાવે છે તેવા બોમન ઇરાનીનું સ્વાગત છે. બોમન આ ફિલ્મમાં ક્રિકેટર ફારૂખ એન્જિનીયરના રોલમાં છે. વર્લ્ડકપ-૨૦૧૯ના વર્લ્ડકપ વખતે બોમને ફારૂખ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને મહત્વની ટીપ્સ મેળવી હતી. તેના ઘરે થોડા દિવસ રોકાઇને માહિતી મેળવી હતી. તો ભારત-પાકિસ્તાનનો મેચ પણ સાથે જોયો હતો. આવતા વર્ષે ૧૦મી એપ્રિેલે આ ફિલ્મ આવશે. બોમન ઇરાની તેના અભિનયને કારણે બોલીવૂડમાં ખુબ જ જાણીતો છે. મુન્નાભાઇ એમબીબીએસ, થ્રી ઇડિયટ તેની બેસ્ટ ફિલ્મો પૈકીની ગણાય છે.

(10:05 am IST)