Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

વેબ શો નથી કરવા, હું ફિલ્મોના રોલથી ખુશ છું: સિધ્ધાર્થ મલ્હોત્રા

ડિઝિટલ પ્લેટફોર્મની વધી રહેલી લોકપ્રિયતાથી બોલીવૂડના સ્ટાર પણ દૂર રહ્યા નથી. સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, નવાજુદ્દિન સિદ્દીકી સહિતના અભિનેતા વેબ સિરીઝ કરી રહ્યા છે. અન્ય મોટા સ્ટાર કતારમાં છે. દરમિયાન સિધ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે મને હાલમાં વેબ સિરીઝ કરવાની ઇચ્છા નથી. મારાી પાસે કામ કરવા માટે અનેક ફિલ્મો અને દિલચશ્પ પાત્રો છે. મરજાંવા, શેરશાહ સહિતની ફિલ્મો હું કરી રહ્યો છું અને અભિનેતા તરીકે હું કામની ખુબ સંતુષ્ટ છું. જે રીતે મને અલગ-અલગ પાત્રો ફિલ્મોમાં નિભાવવા મળી રહ્યા છે તેનાથી હું ખુશ છું. જ્યારે મને ફિલ્મોના રોલથી સંતોષ નહિ મળે ત્યારે હું વેબ શો કરીશ. સિધ્ધાર્થની તાજેતરમાં પરિણીતી સાથેની જબ્બરીયા જોડી રિલીઝ થઇ હતી. જો કે ફિલ્મ જોઇએ તેવી જમાવટ કરી શકી નહોતી. મરજાંવામાં સિધ્ધાર્થ સાથે રિતેશ દેશમુખ, રકુલ પ્રિતસિંહ અને તારા સુતારીયા પણ છે. શરેશાહ ફિલ્મમાં સિધ્ધાર્થ કારગીલ હિરો વિક્રમ બત્રાનું પાત્ર ભજવશે.

(10:05 am IST)