Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ક્રાઇમ રિપોર્ટર બનશે યામીઃ શુટીંગ શરૂ

હિમાચલ પ્રદેશના બિલાસપુરની સુંદરી યામી ગોૈતમે બોલીવૂડમાં એન્ટ્રી કરી એ પહેલા ટીવી પરદે ચાંદ કે પાર ચલો શોથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી તેણે ૨૦૦૯માં કન્નડ, ૨૦૧૧માં પજાબી, તેલુગુ ફિલ્મ કર્યા બાદ ૨૦૧૨માં વીક્કી ડોનરમાં કામ કર્યુ હતું. ત્યારથી તેણે હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તેની આગામી ફિલ્મોમાં દેવસી, એ થર્સડે અને લોસ્ટ નામની ફિલ્મો સામેલ છે. યામીએ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા લોસ્ટનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું નિર્દેશન અનિરૂધ્ધ રોય કરી રહ્યા છે. યામી આ ફિલ્મમાં અલગ જ રોલ નિભાવી રહી છે. તેને ચાહકો ક્રાઇમ રિપોર્ટરના રોલમાં નિહાળી શકશે.  આ ફિલ્મનું શૂટિંગ કોલકત્તા અને પુરૂલિયામાં કરવામાં આવી રહ્યું છે. યામી સાથે પંકજ કપૂર, રાહુલ ખન્ના, નીલ ભૂપલમ, પિયા બાજપાઇ, તુષાર પાન્ડે પણ ખાસ ભુમિકામાં જોવા મળશે. યામીએ તાજેતરમાં જ ઓચિંતા ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કરી લીધા હતાં. હવે તે ફરીથી ફિલ્મોમાં સક્રિય થઇ છે.

(9:57 am IST)