Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

રિદ્ધિમા કપૂરે પહેરી પિતા ઋષિ કપૂરની વૉચ, શેર કરી તસવીર

હાલ પોતાની માતા અને ભાઈ સાથે મુંબઈમાં છે

મુંબઈ, તા. ૨ : બોલિવુડના દિગ્ગજ એભિનેતા ઋષિ કપૂરના નિધનને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આજે પણ તેમની યાદો પરિવાર અને ફેન્સ વચ્ચે છે. પરિવારના અને નજીકના લોકો તેમની સાથે જોડાયેલી બાબતો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. રિદ્ધામા કપૂરે પોતાના ઈન્ટા સ્ટોરી પર હાથમાં એક વૉચ પહેરેલો ફોટોગ્રાફ શેર કર્યો છે. જણાવી દઈએ કે રિદ્ધિમા કપૂરે પોતાના પિતા ઋષિ કપૂરની લગ્ઝરી રિસ્ટ વૉચને પહેરી છે. સાથે તેમણે લખ્યું છે 'મેરે ડેડ હંમેશા મેરે સાથ હૈ' રિદ્ધિમા કપૂર હાલ પોતાની માતા નીતૂ કપૂર અને ભાઈ રણબીર કપૂર સાથે મુંબઈમાં છે. તે પોતાના પિતા ઋષિ કપૂરના નિધન બાદ પોતાની દીકરી સમારા સાથે દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. ૨૦૧૮માં ઋષિ કપૂરને કેન્સર હોવાનું સામે આવ્યું ત્યાર બાદ પત્ની નિતૂ કપૂર સાથે તેમની ન્યૂયોર્કમાં સારવાર કરવામાં આવી. એક વર્ષની સારવાર બાદ તેઓ ૨૦૧૯માં ભારત પરત આવ્યા અને ગત ૨૯ એપ્રિલના રોજ તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે ૩૦ એપ્રિલે તેમનું નિધન થઈ ગયું હતું.

(8:04 pm IST)
  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST