Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મની પસંદગી

'અનિતા'નું શૂટિંગ વલસાડમાં કરાયું છે : બીજીથી ૧૨ સપ્ટેમ્બર સુધી યોજાનાર વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી શૉર્ટ-ફિલ્મ અનિતાની પસંદગી

મુંબઈ, તા. ૨ : આ વર્ષે ૨થી ૧૨ સપ્ટેમ્બર દરમ્યાન ઇટલીમાં યોજાનારા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી શૉર્ટ-ફિલ્મ 'અનિતાલ્લની પસંદગી થઈ છે. ૭૭મો વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ કોવિડ-૧૯ પૅન્ડેમિકના કારણે હાલ તો મર્યાદિત રીતે યોજાશે એવી જાહેરાત થઈ છે, પણ ટૂંક સમયમાં સત્તાવાર અનાઉન્સમેન્ટ કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૫માં નૅશનલ અવૉર્ડ મેળવનારી મરાઠી ફિલ્મ 'કોર્ટલ્લના ડિરેક્ટર ચૈતન્ય તામ્હણેની 'ધ ડિસાઇપલલ્લ અને નેટફ્લિક્સની ક્રાઇમ-ડ્રામા ફિલ્મ 'સોનીલ્લના ડિરેક્ટર ઈવાન ઐયરની હિન્દી ફિલ્મ 'મીલ પત્થરલ્લની પણ ભારત તરફથી પસંદગી થઈ છે. ફેસ્ટિવલની શૉર્ટ ફિલ્મ કૉમ્પિટિશનમાં સિલેક્ટ થયેલી 'અનિતાલ્લ સુરતનાં ન્યુ યૉર્ક બેઝ્ડ ફિલ્મમેકર સુષ્મા ખાદેપૌને લખી અને ડિરેક્ટ કરી છે. એમાં 'છેલ્લો દિવસલ્લ અને શું થયું?!લ્લ સહિતની ગુજરાતી ફિલ્મો કરનારા અભિનેતા મિત્ર ગઢવી તથા તેની સાથે અભિનેત્રી અદિતિ વાસુદેવ છે.

          ડિરેક્ટર સુષ્મા ખાદેપૌને કહ્યું કે 'હું કોલમ્બિયા યુનિવર્સિટીમાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સ ઇન સ્ક્રીન-રાઇટિંગ ઍન્ડ ડિરેક્ટિંગનો કોર્સ કરી રહી છું એના થીસિસ માટે મેં આ શૉર્ટ ફિલ્મ બનાવી છે.  'અનિતાલ્લનું શૂટિંગ વલસાડ નજીક આવેલા તિથલમાં થયું છે. મિત્ર ગઢવી અને અદિતિ વાસુદેવ ઉપરાંત કલાકારોમાં સંજીવની સાઠે, નિખિલ દવે, ભક્તિ મણિયાર, દીપ શેઠ છે.લ્લ ૧૭ મિનિટની 'અનિતાલ્લમાં અમેરિકાથી પોતાની બહેનનાં લગ્નમાં પતિ વિક્રમ સાથે આવેલી અનિતા નામની યુવતીની સફર છે.

 

(8:01 pm IST)
  • આજે એક પછી એક મહાનુભાવો કોરોના પોઝિટિવના સાણસામાં સપડાતા જાય છે ,ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,તોઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાણીનું કોરોનમાં આજે મૃત્યુ નીપજ્યું છે,હવે મળતા અહેવાલ મુજબ તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત અને ઉ,પી,ના પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 6:20 pm IST

  • એક સમયે ગુનેહગારોના હાજા ગગળાવતા કર્મઠ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહજી ઝાલા, પોતાનું નિવૃતિ જીવન ગાયત્રી પરિવારના નિર્મળ સન્યાસી તરીકે વ્યતીત કરી રહ્યા છે. access_time 4:42 pm IST

  • અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો બાળકોને એ.એમ. ટીસીની બસમાં રાહત દરે મુસાફરીની ભેટ અપાશે access_time 12:44 pm IST