Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

દુનિયાભરમાં 100 કરોડની કમાણી કરી ફિલ્મ 'ધડક'

મુંબઇ :ફિલ્મ સર્જક કરણ જોહરની શશાંક ખૈતાન નિર્દેશિત ફિલ્મ ધડકે વિશ્વવ્યાપી ૧૦૦ કરોડની આવક નોંધાવતાં સ્વાભાવિક રીતેજ કરણના કેમ્પમાં ખુશખુશાલ વાતાવરણ સર્જાયું હતું. આ ફિલ્મથી કરણે પોતાની આગવી પરંપરા મુજબ બે નવા ચહેરા બોલિવૂડને ભેટ ધર્યા હતા. વીતેલા દાયકાઓની ટોચની અભિનેત્રી સદ્ગત શ્રીદેવી તથા ટોચના ફિલ્મ સર્જક બોની કપૂરની પુત્રી જાન્હવી અને અભિનેતા શાહિદ કપૂરના ઓરમાન ભાઇ ઇશાન ખટ્ટરને આ ફિલ્મ દ્વારા કરણ જોહરે રજૂ કર્યા હતા. અગાઉ કરણે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારો પણ આપ્યા હતા. જાન્હવી અને ઇશાન માટે તો આ પ્રસંગ હરખઘેલા થવા જેવો જ ગણાય કારણ કે એ બંનેની આ પહેલી ફિલ્મ છે અને પહેલીજ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી છે. બંને નવોદિતો માટે પહેલી ફિલ્મ લકી સાબિત થઇ હતી. જો કે ઘરઆંગણે હજુ આ ફિલ્મે ૧૦૦ કરોડનો આંક વટાવ્યો નથી પરંતુ વિશ્વવ્યાપી આંકડા મળતાં સમગ્ર કરણ જોહર કેમ્પમાં આનંદની લહેરખી ફરી વળી હતી. જાન્હવી અને ઇશાનના કુટુંબોમાં પણ સ્વાભાવિક રીતે જ આનંદની લહેર ફરી વળી હતી.

 

 

(3:58 pm IST)