Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આકૃતિ શર્મા સાથે શોનું સંચાલન કરશે સુગંધા મિશ્રા

ટીવી ચેનલો પર સિંગીંગ રિયાલીટી શો દર્શકોમાં વધુ લોકપ્રિય હોય છે. આવા અનેક શો સફળ રહ્યા છે અને દેશને અનેક નવી પ્રતિભાઓ પણ આવા શો થકી મળી છે. સ્ટાર પ્લસ પર હવે આવો જ એક શો શરૂ થવાનો છે. 'તારે જમીન પર' નામના નવા સિંગીંગ રિયાલીટી શોમાં નામ પ્રમાણ બાળકોને તેનામાં રહેલી ગાયનપ્રતિભા રજૂ કરવાની રહેશે. આ શોમાં અગાઉના સિંગીંગ શોની જેમ બાળકો પર કોઇપણ પ્રકારનો તણાવ લાદવામાં આવશે નહિ. આ ઉપરાંત શોમાં નિર્ણાયકો પણ નહિ હોય. તેના બદલે ખાસ માર્ગદર્શકો હશે જે બાળકોને તાલિમ આપવાની સાથે તેને ગીત ગાવા તૈયાર કરશે. તારે ઝમીન પર શોના નિર્માતાઓએ આ શો માટે શંકર મહાદેવન, ટોની કક્કર અને જોનિતા ગાંધીને માર્ગદર્શક તરીકે પસંદ કર્યા છે. શોના હોસ્ટ તરીકે કુલ્ફીકુમાર બાજેવલા ફેઇમ આકૃતિ શર્માને પસંદ કરવામાં આવી છે. શોમાં કોમેડીનો ડોઝ ઉમેરવા કોમેડિયન સુગંધા મિશ્રાને આકૃતિ સાથે  હોસ્ટીંગમાં સામેલ કરવામાં આવી છે.

(9:48 am IST)