Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમે પણ છલાંગ લગાવી શકીએઃ કૃણાલ ખેમુ

અભિનેતા કૃણાલ ખેમુ ગુસ્સે થઇ ગયો હતો. તેણે સોશિયલ મિડીયા ટ્વિટર પર પોતાનો ગુસ્સો રજૂ કરતાં કહ્યું હતું કે માન સન્માન માંગવા ન જોઇએ, કમાવવા જોઇએ. કોઇ ન આપે તો તેનાથી આપણે નાના નથી થઇ જવાના. બસ મેદાન રમવા માટે બરાબર આપી દો, અમે પણ ઉંચી છલાંગ લગાવી શકીએ છીએ. ડિઝની પ્લસ હોટસ્ટારએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સાત મોટી ફિલ્મોની રિલીઝની એક સાથે વાત કરવામાં આવી હતી. અજય દેવગણ, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને અભિષેક બચ્ચની હાજરી આ કોન્ફરન્સમાં હતી. કૃણાલ ખેમુની ફિલ્મ 'લૂટકેસ' પણ આમાંથી એક છે. પરંતુ તેને કોન્ફરન્સમાં બોલાવવામાં આવ્યો નહોતો. કૃણાલે ટ્વિટ કરીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. અગાઉ વિદ્યુત જામવાલે પણ આવા જ કારણોસર ગુસ્સો દર્શાવ્યો હતો. કૃણાલ ખેમુએ સર ફિલ્મમાં બાળ કલાકારની ભુમિકા નિભાવી હતી. કલયુગ, ટ્રાફિક સિગ્નલ, ઢોલ, સુપરસ્ટાર, જય વીરૂ, ૯૯, ગો ગોઆ ગોન, ભાગ જોની કલંક, મલંગ સહિતની ફિલ્મો તેણે કરી છે. હવે લૂટકેસ અને ગો ગોવા ગોન-૨માં કામ કરી રહ્યો છે. અભય નામની વેબ સિરીઝમાં તેણે પોલીસ ઓફિસરનો રોલ નિભાવ્યો હતો. મલંગમાં પણ તેણે આવો જ રોલ નિભાવ્યો હતો.

(9:47 am IST)