Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

કોણ છે સંજય દત્તનાં ખાસ મિત્ર કમલી ? જેનો ફિલ્મી રોલ વિકી કૌશલે ભજવ્યો

સંજુના ઘણા અઘરા સમયે સાથે રહયો -ડ્રગના એડિક્શનમાંથી છુટકારો અપાવ્યો

 

મુંબઇ: સંજય દત્તની બાયોપિક રિલીઝ થઇ છે ફિલ્મમાં રણબીર કપૂર બાદ કોઇનો રોલ હોય તો તે છે વિકી કૌશલનો. વિકી ફિલ્મમાં સંજય દત્તનાં ખાસ મિત્ર કમલીનાં રોલમાં છે. જોકે પાત્ર કોઇ એકનું નથી પણ સંજય દત્તનાં ચાર-પાંચ મિત્રો સાથે જોડાયેલાં કિસ્સાઓને તેનાં કેરક્ટરમાં વણી લેવામાં આવ્યા છે

 

  ફિલ્મમાં વિકીનું જે પાત્ર છે તે 'પરેશ ઘેલાણી'નું છે. જે યુએસમાં રહે છે. અને ત્યાં કામ કરે છે.

   પિંકવિલા વેબસાઇટ દ્વારા પરેશ ઘેલાણીની ઓળખ જાહેર કરવામાં આવી છે. વેબસાઇટમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, પરેશ લોસ એન્જલસમાં રહે છે. પહેલાં તે પરિવાર સાથે શિકાગો રહેતો હતો. હાલમાં તે ત્યાં મોટો બિઝનેસમેન થઇ ગયો છે જે ઘણી કંપનીઓમાં પોતાનાં પૈસા ઇનવેસ્ટ કરે છે.

   ફિલ્મમાં જે પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે તેમ પરેશ સંજય દત્તનાં જીવનનો મિત્ર છે જે તેનાં ઘણાં અઘરાં સમયમાં તેની સાથે હતો. તેણે સંજયને ડ્રગ્સનાં એડિક્શનમાંથી છુટકારો અપાવ્યો હતો. તેની અને સંજય દત્તની મિત્રતામાં તિરાડ ત્યારે આવી જ્યારે સંજય દત્તનું નામ મુંબઇ બ્લાસ્ટમાં આતંકવાદી તરીકે જાહેર થયુ હતું. જોકે હવે તેઓ સારા મિત્રો છે.

(12:53 am IST)