Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

'જેલર'નું શૂટિંગ ઓવર : રજનીકાંત અને તમન્નાએ કેક કાપી કરી ઉજવણી

 મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંત અને તમન્ના ભાટિયાએ તેમની આગામી ફિલ્મ 'જેલર'નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ફિલ્મના નિર્માતા સન પિક્ચર્સે ટ્વિટર પર રેપ અપની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં રજનીકાંત તમન્નાહ અને ડિરેક્ટર નેલ્સન દિલીપ કુમાર સાથે કેક કાપતા જોવા મળે છે. સન પિક્ચર્સે તેના ઓફિશિયલ ટ્વિટર પેજ પર લખ્યું, "જેલરનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું! 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 10 ઓગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મમાં રજનીકાંત જેલરની ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ જેલની અંદર કરવામાં આવ્યું છે.રજનીકાંત અને તમન્ના ઉપરાંત તેમાં શિવરાજકુમાર, મોહનલાલ, જેકી શ્રોફ અને રામ્યા કૃષ્ણન પણ છે.આ બીજી વખત હશે જ્યારે રજનીકાંત જેકી સાથે કામ કરતા જોવા મળશે. બંને અગાઉ 1987માં 'ઉત્તર દક્ષિણ'માં કામ કરી ચૂક્યા છે.

 

(8:09 pm IST)