Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મુંબઇ સ્‍થિત એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીના લોકોની મદદે અજય દેવગનઃ તેમની કંપની દ્વારા ૭૦૦ પરિવારની દેખરેખ

નવી દિલ્હી: સમગ્ર દેશ તાજેતરમાં કોવિડ-19 મહામારીથી લડી રહ્યો છે. આ મહામારીના સંક્રમણમાં સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો છે. ત્યારે મુંબઇ સ્થિત એશિયાની સૌથી મોટી ઝોપડપટ્ટી ધારાવીને રેડ સ્પોર્ટ માનવામાં આવી છે. એવા સમયમાં બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગન અહી રહેતા લોકો માટે કોઈ મસીહાની જેમ સામે આવ્યા છે. અજય દેવગન હાલમાં કોરોનાની જંગ સામે તેમનું યોગદાન આપી રહ્યા છે.

પાછલા થોડા દિવસોમાં રિપોર્ટ આવ્યા હતા કે, અજય દેવગનની પ્રોડક્શન કંપની એડીએફ ધારાવીના 700 પરિવારોની દેખરેખ કરી રહી છે. પરંતુ હેવ ત્યારબાદ એક ચોંકાવનારી વાચ સામે આવી છે. અમારી સહયોગી વેબસાઈટ DNAના સમાચાર અનુસાર જાણવા મળ્યું કે, અજય દેવગને ધારાવીના નવા ક્વોરન્ટાઇન હોસ્પિટલના ઓક્સિજન સિલિન્ડર અને પોર્ટેબલ વેન્ટિલેટર્સનો સંપૂર્ણ ખર્ચો ઉપાડ્યો છે.

સમાચારોનું માનીએ તો, અજય દેવગનના લોકોની મદદ માટે સામે આવ્યા છે. અહીંના લોકોની સારવાર કરવા માટે બીએમસીએ 200 બેડવાળી એક હોસ્પિટલ બનાવી છે. તેમાં ધારાવીના કોવિડ-19 દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ 15 દિવસની અંદર બની જશે. જેમાં ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર્સનો ખર્ચો અજય દેવગને ઉઠાવ્યો છે.

(4:36 pm IST)