Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

'વીરે દી વેડિંગ'ને પુરા થયા 2 વર્ષ : સ્વરાએ લખી ભાવુક પોસ્ટ

મુંબઈ: બોલિવૂડ ફિલ્મ 'વીરે દી વેડિંગ' રિલીઝ થયાને બે વર્ષ થયા છે. 'વીરે દી વેડિંગ' 1 જૂન 2018 ના રોજ રીલિઝ થઈ હતી. અભિનેત્રી સ્વરા ભાસ્કર તેની ફિલ્મ 'વીરે દી વેડિંગ' ના બે વર્ષ પૂરા થવા પર ઉજવણી કરી રહી છે. ફિલ્મની વાર્તા ચાર છોકરીઓ અને તેમની મિત્રતા પર આધારિત છે.સ્વરા ભાસ્કરે ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે અને તેની સાથે એક લાંબી નોંધ પણ લખી છે. 'વીરે દી વેડિંગ'માં સ્વરા ભાસ્કર, સોનમ કપૂર, કરીના કપૂર ખાન અને શિખા તલસાનીયા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પહેલીવાર કરીના કપૂર ખાન અને સોનમ કપૂર જોવા મળી હતી. શશાંક ઘોષના નિર્દેશનમાં બનેલી ફિલ્મનું નિર્માણ એકતા કપૂર, રિયા કપૂર, નિખિલ દ્વિવેદી, શોભા કપૂર અને અનિલ કપૂરે કર્યું છે. 'વીરે દી વેડિંગ' ને પ્રેક્ષકો અને વિવેચકોનો સારો પ્રતિસાદ મળ્યો. હવે ફિલ્મની સિક્વલ બનાવવાની ચર્ચા છે.

(4:26 pm IST)