Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાણા દગ્ગુબાતી અને મિહીકા બજાજ કયા દિવસે કરશે લગ્ન?

પિતા સુરેશ બાબુએ કન્ફર્મ કરી તારીખ : દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુએ બન્નેના લગ્નની ડેટ કન્ફોર્મ કરી દીધી, તેમણે જણાવ્યું કે ૮ મી ઓગસ્ટે રાણા અને મિહીક લગ્ન યોજાશે

નવી દિલ્હી, તા. ૨: બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતીએ લોકડાઉનની વચ્ચે આ મહિનાની શરૂઆતમાં પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજની સાથે સગાઈ કરી લીધી છે. બન્નેની સગાઈની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે બન્ને જણા બહુ જલદી લગ્નગ્રંથિથી જોડાઈ જવાના છે. આ માટે તેના પિતાએ તારીખ પણ નક્કી કરી લીધી છે.

દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુએ બન્નેના લગ્નની તારીખ કન્ફર્મ કરી દીધી છે, તેમને જણાવ્યું કે, ૮મી ઓગસ્ટે રાણા અને મિહીકા લગ્ન યોજાશે.

પ્રોડયૂસર દગ્ગુબાતી સુરેશ બાબુએ કહ્યું કે, લગ્નમાં માત્ર બન્ને તરફના પરિવારજનો જ હાજર રહેશે. લગ્ન દરમિયાન કોરોના વાયરસ મહામારીથી બચવા માટે  સરકાર દ્વારા આપવામાં આવેલા દરેક દિશા-નિર્દેશોનુ પાલન કરશે.

ઉલ્લેખનીય છે કે, રાણા દગ્ગુબાતીએ મિહીકા બજાજે અધિકારીક રીતે સગાઈ કરી લીધી છે. તેમની સગાઈ હૈદરાબાદ સ્થિત દગ્ગુબાતીના દાદા (દગ્ગુબાતી રમાનાઉડુ) રમાનાઉડુ સ્ટુડિયોમાં થઈ હતી.

મિહીકા બજાજની વાત કરવામાં આવે તો, તેનો જન્મ અને પાલન પોષણ હૈદરાબાદમાં થયું છે, મિહીકા એક બિઝનેસ વૂમન છે. મિહીકા Dew Drop Design Studio ની ફાઉન્ડર છે, જે ઈન્ટીરિયર ડિઝાઈનિંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે.

મિહીકાએ ચેલ્સી યુનિવર્સિટીમાં ઈન્ટીરિયર ડિઝાઈનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે, મિહીકાની બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ સારી એવી મિત્રતા છે. મિહીકે બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના ફંક્શનમાં ભાગ લીધો હતો.

(3:52 pm IST)