Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

લખાઇ રહી છે ફૂકરે-૩ની કહાની

બોલીવૂડ નિર્દેશક મૃગદિપ લાંબા પોતાની હિટ ફ્રેન્ચાઇઝી ફૂકરેનો ત્રીજો ભાગ બનાવવા તૈયાર છે. આ વખતે ફિલ્મની કહાની કોરોના સંબંધીત હોઇ શકે છે. જો કે મૃગદિપે હાલ કોઇ સ્પષ્ટતા કરી નથી. તે લાંબા સમયથી ફૂકરે-૩ની સ્ક્રિપ્ટ લખે છે. તેણે એવું કહ્યું હતું કે મારી ફિલ્મની કહાનીને કોરોના સાથે કંઇ લેવા-દેવા નથી. મને પણ ત્યારે આશ્ચર્ય થયું હતું જ્યારે મેં વાંચ્યું કે મારી ફિલ્મમાં કોવિડ-૧૯ સંબંધીત વાત છે! ફૂકરેમાં અમે જબરદસ્તીથી આવા ગંભીર અને સંવેદનશીલ મુદ્દાને સામેલ કરી શકીએ નહિ. જો કે તેણે કહ્યું હતું કે કોરોના વાયરસ પર અલગથી ફિલ્મ બનાવી શકાય. જો કોરોના પર ફિલ્મ બનાવવાનો બીજો કોઇ સારો આઇડિયા આવશે તો હું ચોક્કસ તેના પર કામ કરીશ. પરંતુ ફૂકરે-૩ સાથે કોરોનાનો કોઇ સંબંધ નથી. ઉલ્લેખનિય છે કે ફૂકરે ૨૦૧૩માં આવી હતી. એ પછી ફૂકરે રિટર્ન્સ ૨૦૧૭માં આવી હતી. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, અલી ફઝલ, રિચા ચઢ્ઢા, વરૂણ શર્મા અને મનજોતસિંઘ મુખ્ય ભુમિકામાં હતાં.

(9:34 am IST)