Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કબીરની નજરે પહેલુ જ નામ પંકજનું આવ્યું હતું

પંકજ કપૂર એવો અભિનેતા છે જે ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં પણ ખુબ લોકપ્રિય બન્યો છે. અનેક સુપરહિટ સિરીઝમાં તેના અલગ-અલગ પાત્રો ભરપુર હિટ થયા છે. પંકજ પાસે બોલીવૂડના પણ અનેક પ્રોજેકટ હાથ પર છે. આ વર્ષે રિલીઝ થનારી અને કોરોનાને કારણે અટકી ગયેલી ફિલ્મ '૮૩'માં પણ તેનો ખાસ રોલ છે. એ વખતની ભારતીય ક્રિકેટ ટીમના સદસ્યોમાં પીઆર માનસિંહ પણ ખાસ હતાં. તે એક માત્ર હતાં જેણે ટીમના સ્ટાફ સદસ્ય અને મેનેજર તરીકે રોલ ફરજ નિભાવી હતી. ટીમ પાસે સ્ટાફના નામે બીજુ કોઇ નહોતું. કોઇ કોચ પણ નહોતા કે કોઇ રસોઇયા પણ નહોતાં.  પીઆર માનસિંહ ટીમના મહત્વપુર્ણ સદસ્ય તરીકે સામે આવ્યા હતાં. ૮૩ના વિશ્વકપ માટે તેમણે જ ભારતીય ક્રિકેટ ટીમ માટે તમામ વ્યવસ્થા કરી હતી. આ રોલ પંકજ ત્રિપાઠીને મળ્યો છે. નિર્દેશક કબીર ખાને કહ્યું હતું કે હું પંકજનો ખુબ લાંબા સમયથી પ્રશંસક રહ્યો છું. પીઆર માનસિંહની ભુમિકા માટે મારી સામે તરત જ પંકજ આવ્યો હતો. તે પરફેકટ છે. ફિલ્મમાં રણવીરસિંહ, દિપીકા પાદુકોણ સહિતના કલાકારો છે. હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુમાં એક સાથે રિલીઝ થશે.

(9:33 am IST)