Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

કુપોષણ અંગેના અભિયાનમાં જોડાયા બિગ બી

મુંબઇ:અમિતાભ બચ્ચન બાળકોના કુપોષણ અને શિશુ મૃત્યુદરની સમસ્યાને હલ કરવા માટે ઝંપલાવ્યું છે. અભિનેતા આવા જ એક અભિયાન સાથેજોડાયા છે અને તેમણે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. '' શું તમે જાણો છો કે આપણા દેશ ભારતમાં  ૫૦ ટકા બાળકો કુપોષિત છે. આપણે કુપોષણને નાથવાનો જંગ શરૃ કર્યો છે. હું કુપોષણને ડામવાના સૌથી મોટા અભિયાનમાં સામેલ થઇને પ્રથમ કદમ ઉઠાવી રહ્યો છું, તેમ અમિતાભે ટ્વિટ કરીને કહ્યું હતું. આઅભિયાન સરકારના રાષ્ટ્રીય પોષણ અભિયાનનું સમર્થન કરે છે. એક જાણીતી કંપનીએ એક પોષણયુક્ત આહાર  લોન્ચ કર્યું છે, જે બાળકોના જીવનના પહેલા હજાર દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ બાળકોના સર્વાંગી વિકાસ, શારીરિક વિકાસ અને રોગ પ્રતિકાર શક્તિ માટે મહત્વપૂર્ણ છે. બિગ બી  આખું વરસ આ યોજના હેઠળની ગતિવિધીઓનો હિસ્સો બનશે. જેમાં ૧૨ કલાકનું લાઇલ ટેલીથોન અને સ્કૂલ અને ગામડામાં જાગરૃકતા શિબિર સામેલ છે.
 

(3:50 pm IST)