Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સ્ટ્રીટ ચિલ્ડ્રન દ્વારા જાહન્વી કપૂરની છેડતી

મુંબઇ: શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂરની હજુ તો એક્કે ફિલ્મ રજૂ થઇ નથી, પરંતુ એને મળેલી પ્રસિદ્ધિ તાજેતરમાં એને જુદી રીતે ભારે પડી હતી. ઘટનાની વિગત એવી છે કે ત્રણ ચાર દિવસ પહેલાં જાહ્નવી રેસ્ટોરાંમાં જમવા ગઇ હતી. અખબારોમાં એની તસવીરો નિયમિત જોનારાં કેટલાંક સ્ટ્રીટ ચિલ્ડ્રન એને એાળખી ગયા હતા અને એમાંના એકે પોતાના મિત્રોને કહ્યું હતું કે યહ તો શ્રીદેવી કી બેટી હૈ.. જોતજોતાંમાં થોડાંક તોફાની છોકરાઓનું ટોળું ત્યાં જામી ગયું હતું. જાહ્નવી  જેવી રેસ્ટોરાંની બહાર નીકળી કે તરત ટાબરિયાં એને ઘેરી વળ્યાં હતાં. પહેલાં જો જાહ્નવીને ખ્યાલ નહોતો આવ્યો કે શું થઇ રહ્યું છે પરંતુ પછી અકળાઇ ગઇ હતી કારણ કે કેટલાક હિંમતવાન છોકરાઓ એને અણગમતો સ્પર્શ કરવા માંડયા હતા. ટૂંકાં  વસ્ત્રો પહેરીની બહાર નીકળેલી જાહ્નવી ગભરાઇ ગઇ હતી. એને અમુક સ્પર્શ ગમ્યા નહોતા. સદ્ભાગ્યે એનો સ્ટાફ એની વહારે ચડયો હતો અને એને ટોળાથી અલગ તારવીને કારમાં બેસાડી દીધી હતી. વધુ પડતી પ્રસિદ્ધિ અને ટૂંકાં વસ્ત્રો પહેરવાની ફૅશન ક્યારેક મુશ્કેલી પેદા કરી દે છે એનો ખ્યાલ કારકિર્દીના આરંભે જાહ્નવીને આવી ગયો હતો.

(3:55 pm IST)