Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પુત્રના ફિલ્મી રોલની મજાક ઉડાવનાર યુઝર્સની પિતા રિશી કપૂરે ટીકા કરી

મુંબઇ: રણબીર કપૂર હાલ સંજય દત્તની બાયોપિક ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક યુઝર્સે સંજય દત્તની બાયોપિક્નું ટ્રેલર જોઇને ભડક્યો હતો. અને ફિલ્મની આલોચના કરી હતી. પરિણામે રિશી કપૂરે તેના પર ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. વાસ્તવમાં સોશયલમ ીડિયાના એક યુઝર્સે 'સંજુ ના ટ્રેલરની આલોચના કરતા ટ્વિટ કર્યું હતું.જેમાં પોસ્ટ કર્યું હતું કે, '' સંજુનું ટ્રેલર જોઇને હું અવાક થઇ ગયો. સંજય દત્તની પબ્લિક ઇમેજ સાફ કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. એક અપરાધી હંમેશા અપરાધી હોય છે. તે પણ બોમ્બબ્લાસ્ટનો એક હિસ્સો હતો. યુઝર્સની ટિપ્પણીથી રિશી કપૂર ભડકી ગયો હતો. તેણે એટલી ખરાબ ગાળો તેને ભાંડી હતી કે જેનો ઉલ્લેખ થઇ શકે એમ નથી. જોકે તેની સેન્સર કરેલી ટ્વિટ છે કે, '' તમે લોકો સિનેમા માટે જાણો છો શું ?અમે એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં કોઇની ઇમેજ રિપેર કરવા માટે નથી. તમારા જેવા લોકો ફિલ્મ જોવાને લાયક નથી. રિશીએ આવું ગેરવર્તન ઘણી વખત જાહેરમાં કર્યું છે. પ્રકારના વિવાદનો તે હંમેશા હિસ્સો હોય છે.

(3:49 pm IST)