Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ફિલ્મ ‘ભારત’નું નવું સોંગ ‘ચાસણી’ રિલીઝ: જોવા મળ્યો સલમાન-કેટરીનાનો રોમાન્સ

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મભારતનું નવું સોંગચાસણીરિલીઝ થયું છે. સોંગમાં લાંબા સમય પછી કેટરીના કૈફ અને સલમાન ખાનનો ઓનસ્ક્રિન રોમાન્સ જોવા મળી રહ્યો છે. ગીતના લિરિક્સ ઇરશાદ કામિલે લખ્યા છે. જ્યારે સંગીત વિશાલ-શેખરે આપ્યું છે. ગીતને અભિજિત શ્રીવાસ્તવે અવાજ આપી છે. સોંગની શરૂઆત એક ડાયલોગ સાથે થાય છે જેમાં સલમાન ખાન કહે છે કે,‘ઈન્ડિયા કો મિલ ગયા થા પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના પરંતુ હમ થે દિલીપ કુમાર કે ફેન ઔર હમે મિલ ગઈ થી હમારી સાયરા બાનો.’ ગીતની રિલીઝ બાદ સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ કેટરીના કૈફ અને સલમાન ખાનની હિટ જોડી કેટલીક ફિલ્મોમાં નજરે આવી ચૂકી છે. જ્યારે એકવાર ફરી જોડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. ગીતમાં સુનીલ ગ્રોવરને પણ દેખાડવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ સુનીલ ગ્રોવરે ફિલ્મમાં સલમાન ખાનના મિત્રનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં સલમાન ખાન કેટલાક નવા ગેટઅપમાં જોવા મળશે. ફિલ્મમાં યંગ લુકથી લઈને વૃદ્ધ શખ્સના રોલમાં પણ સલમાન ખાન અને કેટરીના નજરે આવશે. ફિલ્મમાં દિશા પટની પણ છે જેનું સ્લો મોશન સોંગ પહેલા રિલીઝ થયું હતું. ઉપરાંત ફિલ્મમાં તબ્બૂ પણ નજરે આવશે. ફિલ્મ 5મી જૂને દેશભરમાં રિલીઝ થશે. રિપોર્ટ મુજબ અલી અબ્બાસ જફરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ કોરિયન મૂવીઓડ ટૂ માય ફાદરની હિન્દી રિમેક છે.

(5:30 pm IST)