Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ભેળ અને શેરડીના રસની મજા લેતો આમિર

આમિર ખાન તેની પત્ની કિરણ રાવ સાથે હાલમાં જ ભેળ અને શેરડીના રસની મજા લેતો જોવા મળ્યો છે. ગઇકાલે મહારાષ્ટ્ર દિન હોવાની સાથે શ્રમદિવસ પણ હતો. આમિર તેના પાની ફાઉન્ડેશન સાથે મળીને શ્રમદાન કરતો જોવા મળ્યો હતો. તે મહારાષ્ટ્રમાં આવેલા ઝાવદારજુન ગામમાં ગયો હતો. આ ગામમાં જતી વખતે તે મંગળવારે એક નાનકડા ઢાબા પર રોકાયો હતો જયાં તેણે ભેળ અને શેરડીના રસની મજા લીધી હતી. આ ફોટો ટ્વિટર પર શેર કરીને આમિરે ટ્વીટ કર્યું હતું કે, 'હું ગઇકાલે (મંગળવારે) ઝાવદારજુન ગામમાં હતો. બેસ્ટ શેરડીના રસ માટે હું અહીં રોકાયો હતો.'

(11:40 am IST)