Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

નેહા પેન્ડસેની તસ્વીરો લગાડી રહી છે આગ

મુંબઇમાં જન્મેલી અભિનેત્રી નેહા પેન્ડસે હાલમાં ટીવી પરદાથી દૂર છે. જો કે આમ છતાં તે વારંવાર હોટ અને સેકસી તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી આગ લગાડતી રહે છે. અગાઉ તેણે બિકીની અને જીન્સ સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. હવે તે ફરીથી આવી તસ્વીરોને કારણે ચર્ચામાં આવી છે. બિગ બોસ-૧૨માં પણ ભાગ લઇ ચુકેલી નેહાની હોટ અને સેકસી તસ્વીરો ખુબ જ વાયરલ થઇ છે. જેમાં નેહાનું જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. બ્લેક રંગના મીની ડ્રેસમાં તે ખુબ જ હોટ દેખાઇ રહી છે. તેનો બોલ્ડ અંદાજ સ્પષ્ટ નજરે ચડી રહ્યો છે. ટીવી પરદે તેણે મૈં આઇ કમ ઇન મેડમ શો થકી ખુબ નામના મેળવી છે. એ પહેલા તે મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મો કરી ચુકી છે. તેણે ૧૯૯૫માં કેપ્ટન હાઉસ નામના દૂરદર્શનના શોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું.

(9:45 am IST)