Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જેકી ચેનની દીકરીની આર્થિક હાલત કફોડી:રસ્તા પર જીવન જીવન વિતાવવા મજબુર:વીડિયો શેર કરી મદદની અપીલ કરી

18 વર્ષની એટા પોતાની ગર્લફ્રેન્ડ એન્ડી ઓટમની સાથે રહે છે.

 

હોંગકોંગ: વિશ્વભરમાં વિખ્યાત એક્શન સુપરસ્ટાર જેકી ચેનની દીકરી હાલ આર્થિક તંગીનો સામનો કરી રહી છે. રૂપિયા હોવાના કારણે ચેનની દીકરી એટા એનજી હોંગકોંગના બ્રિજ નીચે રાત વીતાવવા માટે મજબૂર છે. એટાએ યુ-ટ્યૂબ એક વીડિયો અપલોડ કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને મદદની અપીલ કરી છે. 18 વર્ષની એટા પોતાની ગર્લફ્રેન્ડ એન્ડી ઓટમની સાથે રહે છે.

   એટા વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે, તેણે મિત્રો અને પરિવાર પાસે મદદ માટે આજીજી કરી હતી, પરંતુ તેમણે મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. બેઘર હોવાના કારણે રસ્તા પર જીવન પસાર કરી રહી છે.

   એટાએ કહ્યું કે, ‘ હાલત માટે તેના હોમોફોબિક પેરેન્ટ્સ જવાબદાર છે. અમે લોકો અમારા હોમોફોબિક પેરેન્ટ્સને કારણે છેલ્લા કેટલાક મહિનાથી રસ્તા પર જીવન વીતાવી રહ્યા છીએ. અમો પોલીસ, હોસ્પિટલ, ફૂડ બેંક અને એલજીબીડી કોમ્યુનિટી શેલ્ટર હોમમાં પણ ગયા, પણ કોઈ અમારી મદદ માટે તૈયાર નથીએટાએ વધુમાં કહે છે કે, ‘અમે સમજી નથી શકતા કે અમે સ્થિતિમાં શું કરીએ? ઘણી અજબ વાત છે કે આવી સ્થિતિમાં પણ કોઈ અમારી મદદ માટે આગળ નથી આવી રહ્યું.’

   જેકી ચેનની દીકરી એટા વર્ષ 2017થી કેનાડાની સોશયલ મીડિયા ઈન્ફ્લૂએન્ઝર એન્ડી ઓટમની સાથે રિલેશનશિપમાં છે, જોકે તેમના સંબંધોનો સ્વીકાર કરવા કોઈ તૈયાર નથી. કહેવાઈ રહ્યું છે કે, એટાનો પરિવાર તેના સંબંધની વિરુદ્ધ હતા, એટલે છેલ્લા એક મહિનાથી બેઘર છે.

   એટા પૂર્વ બ્યૂટી ક્વીન એલાયન એનજી યી લેઈની દીકરી છે. એલાયન સાથે જેકી ચેનનું અફેર હતું. જોકે, જેકી ચેને એલાયને સાથે લગ્ન નથી કર્યા અને બાદમાં જોન લિનની સાથે લગ્ન કર્યા હતા. સમગ્ર મામલે એટાની મા એલાયને એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘એટા અને તેની પાર્ટનર પાસે રૂપિયા નથી, તો તેમણે જોબ શોધવી જોઈએ, નહીં કે વીડિયો શેર કરી જણાવવું જોઈએ કે તે કોની દીકરી છે?’

(1:28 am IST)