Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સોનમકપુરના ''ગ્રાન્ડ વેડિંગ''ની તૈયારીમાં વિઘ્ન :સંગીત ફંક્શનના ડાન્સ રિહર્સલને બ્રેક :ફરાહખાનને પગમાં ઇજા સોનમના સંગીત ફંક્શનને દિગ્દર્શિત કરતી ફરાહખાનને જમણા પગમાં ફ્રેક્ચર

મુંબઈ :આગામી  8મી મેના રોજ બોલિવૂડના ફેશનિસ્ટા સોનમ કપૂર લગ્ન યોજાનાર છે તેમની ગ્રાન્ડ વેડીંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અભિનેત્રીના સંગીત ફંક્શન 7 મેના રોજ યોજાશે જેના માટે તેના મિત્રો ડાન્સ રિહર્સલ કરી રહ્યા છે.પરંતુ દરમિયાન ફરાહખાનને પગમાં ઇજા થતા ડાન્સ ફંક્શનમાં વિઘ્ન આવ્યું છે

 ફરાહ ખાન જે સોનમના સંગીતને દિગ્દર્શિત કરી રહી છે તેના પગમાં ઈજા થઈ છે.ટીવી શોના શૂટિંગ દરમિયાન ફરાહ ખાનનો જમણો પગમાં ફ્રેક્ચર આવ્યું છે. તેણે તેના પગનો ફોટોગ્રાફ શેર કર્યો છે, જેણે તેના ઇન્સ્ટા સ્ટોરી પર મુક્યું છે

  મળતી માહિતી મુજબ ફરાહે સવારે 9 વાગે શૂટિંગ શરૂ કરી હતી અને મંગળવારે બપોરે 3 વાગ્યે શૂટિંગ પુરું થયું હતું. વેનિટી વાનમાં જતી વખતે તેના પગમાં મોચ આવી હતી.

(11:00 pm IST)