Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ડ્રગ તરફની લત માટે મારી ગિલ્ટ જવાબદાર છે:પ્રતીક બબ્બર

મુંબઇ: અભિનેત્રી સ્મિતા પાટિલ અને અભિનેતા પોલિટિશ્યન રાજ બબ્બરના અભિનેતા પુત્ર પ્રતીક બબ્બરે તાજેતરમાં પોતે શી રીતે ડ્રગ તરફ ધકેલાઇ ગયો હતો એની દિલ ખોલીને વાત કરી હતી.'મારા મનમાં એક પ્રકારની ગિલ્ટ (અપરાધ ગ્રંથિ ) ફરી વળી હતી એટલે ન જાણે શી રીતે હું ડ્રગ તરફ વળી ગયો હતો. એ ગિલ્ટના પગલેજ હું મારા ભૂતકાળની વાત મિડિયા સમક્ષ ખુલ્લી કરવા તૈયાર થઇ ગયો હતો. ડ્રગ તરફ વળી જવાની મારી ભૂલ મને ભીતરથી કોતરી ખાતી હતી એટલે મને થયું કે હું એકરાર કરી લઉં તો કદાચ હળવોફૂલ થઇ જઇશ' એમ પ્રતીકે કહ્યંુ હતું.

બોલિવૂડમાં અગાઉ સંજય દત્ત, રાજ કિરણ, ફિરોઝ ખાનના અભિનેતા પુત્ર ફરદીન ખાન વગેરે ડ્રગ તરફ વળી ગયા હતા તો સંજીવ કુમાર, રાખી ગુલઝાર, મીનાકુમારી વગેરે શરાબના બંધાણી બની ગયાં હતાં.પ્રતીકે કહ્યું કે લોકમાનસમાં મારી જે ઇમેજ હતી કે બહુત અચ્છા દિખતા હૈ, અચ્છા લગતા હૈ એેને લઇને હું વધુ ગંભીર બની ગયો હતો અને ડ્રગની ચુંગાલમાંથી મુક્ત થઇને જે હકીકત હતી તે રજૂ કરવા તૈયાર થઇ ગયો હતો.

(4:58 pm IST)